Breaking News : ગાંધીનગરના રાંદેસણમાં હીટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત,અકસ્માતના CCTV સામે આવ્યા
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. રાંદેસણમાં સીટી પલ્સ સિનેમાં પાસે બેફામ કારે 4 લોકોને કચડ્યાં હોવાની ઘટના સામે આવી છે
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. રાંદેસણમાં સીટી પલ્સ સિનેમાં પાસે બેફામ કારે 4 લોકોને કચડ્યાં હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં 3 લોકોના મોત
કારચાલકે બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો છે. જોકે આ ઘટનામાં 2થી વધારે લોકોના મોત થયા છે.તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્ર પાસે મળતી માહિતી અનુસાર મૃત્યુઆંક વધવાની ભીતિ છે. જોકે હીટ એન્ડ રનની ઘટનાના CCTV સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચીને આરોપી કારચાલક હિતેશ પટેલની ધરપકડ કરી છે. લગભગ ત્રણ વાહનોને બેફામ કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અત્યાર લગભગ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને કડકમાં કડક કાર્યવાહીની માગ કરાઈ રહી છે.