Chandola Talav : ડિમોલિશન અટકાવવા સ્થાનિકોએ ખખડાવ્યો હાઈકોર્ટનો દ્વાર, તાત્કાલિક સુનાવણી માગ કરી, જુઓ Video

Chandola Talav : ડિમોલિશન અટકાવવા સ્થાનિકોએ ખખડાવ્યો હાઈકોર્ટનો દ્વાર, તાત્કાલિક સુનાવણી માગ કરી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2025 | 11:08 AM

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા ઘુસણખોરોની અટકાય કરી ગેરકાયેદ બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા 3 હજારથી વધારે કાચા - પાકા મકાન અને ઝૂંપડ પટ્ટીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ઘુસણખોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા ઘુસણખોરોની અટકાયત કરી ગેરકાયેદ બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા 3 હજારથી વધારે કાચા-પાકા મકાન અને ઝૂંપડ પટ્ટીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ રાતોરાત કેટલાક સ્થાનિકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં જાહેર રજા હોવાથી તાત્કાલીક સુનાવણીની માગ કરવામાં આવી છે.

ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈ આજે હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરાશે. રાજ્ય સરકારે પણ ચંડોળાના ગેરકાયદે બાંધકામની માહિતી એકત્રિત કરી છે.  રાજ્ય સરકાર તરફથી કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટને ચિતાર આપશે.સ્ટે ન મુકવા પણ સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.  12 વાગ્યા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ચંડોળા જાય તેવી શક્યતા છે. 2010માં સૌથી મોટું ડિમોલિશન થયું હતું. વર્ષ 2010થી 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ થયું હતું. ડિમોલિશન પર સ્ટે મુકવામાં આવ્યો હતો. કાયદાકીય કાર્યવાહીને કારણે સ્ટે મુકાયા હતા. સ્ટે બાદ બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વધી છે. ચંડોળા ડિમોલિશન પર ફરી હાઈકોર્ટમાં અરજી કરાશે.

2 હજાર પોલીસ કર્મચારી તૈનાત

ગેરકાયદે ઘુસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જવાનો સિવાય 700 જેટલા SRP જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 10 SRP કંપની તૈનાત કરાયા છે. એક કંપનીમાં 70 SRP જવાન હાજર રાખવામાં આવ્યા છે.

ડિમોલિશન માટે 60 JCB અને 60 ડમ્પરનો ખડકલો કરાયો છે. 1 PSI, 6 પોલીસકર્મી અને 6 SRP જવાનની 11 ટીમો બનાવવામાં આવ્યા છે. શહેર પોલીસની ટીમ સાથે અલગથી સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસની એક-એક ટીમ સાથે AMCના અધિકારી અને કર્મચારીઓ પણ હાજર રાખવામાં આવ્યા છે. ચંડોળા તળાવની ચારેય તરફથી ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે. ચંડોળા તળાવ પર વર્ષ 2010થી 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ થયું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો