Rajkot Video : નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાએ જ નિયમો નેવે મુક્યા, મનપાની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી

|

Jun 14, 2024 | 4:58 PM

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાની જ 130 થી વધારે મિલકતો પાસે ફાયર NOC ન હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગર પાલિકાની 130થી વધુ મિલકતોમાં ફાયર સેફ્ટીનું NOC નથી. મુખ્ય કચેરી, પૂર્વ -પશ્વિમ ઝોનની કચેરીમાં પણ ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યુ છે. 18 વોર્ડની પાલિકાની કચેરીમાં પણ ફાયર સેફ્ટી નથી.

ડિસેમ્બર 2023ના એક્ટ અનુસાર ફાયર NOC લેવું ફરજિયાત છે. છતા પણ મહાનગર પાલિકાની 130થી વધુ મિલકતોમાં જ ફાયર સેફ્ટી નથી. લોકોની મિલકતો સામે કાર્યવાહી કરતી પોલિકા પોતે જ બેદરકારી છે. લોકોને નિયમોનું પાલન કરાવતી પાલિકા જ નિયમનું પાલન કરતી નથી. મહાનગર પાલિકાની મિલકતો પાસે જ ફાયર NOC ના હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થાય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video