Morbi માં 1.20 કરોડની લૂંટ, પોલીસે આરોપીઓને ઝડપવા નાકાબંધી કરી

Morbi માં 1.20 કરોડની લૂંટ, પોલીસે આરોપીઓને ઝડપવા નાકાબંધી કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:23 PM

આ લૂંટ સમયે બુકાનીધારીઓના હાથમાં હથિયારો પણ દેખાતા હતા. આ આરોપીઓ લૂંટ ચલાવી રાજકોટ તરફ ફરાર થયા હોવાનું પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. જ્યારે કેટલા રૂપિયા લૂંટમાં ગયા છે અને આરોપીઓ કોણ કોણ હતા તે સમગ્ર વિગતો માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં(Morbi)1.20 કરોડની લૂંટ થઈ(Robbery) હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દલવાડી સર્કલ પાસેની છે.જ્યાં વીપી આંગડિયા પેઢીનો (Aangadiya Firm) કર્મચારી લૂંટાયો છે. જેમાં સફેદ કારમાં આવેલા ચાર શખ્સો 1.20 કરોડના પાર્સલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.સફેદ કારમાં સવાર મનિષ પટેલ નામના વ્યક્તિ સાથે ઝપાઝપી કરી બુકાનીધારી પાર્સલ લઇને ફરાર થતા પોલીસે તેમને શોધવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.લૂંટ કરવામાં આવેલું પાર્સલ સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી આવ્યું હતું. આ લૂંટ સમયે  બુકાનીધારીઓના હાથમાં હથિયારો પણ દેખાતા હતા. આ આરોપીઓ લૂંટ ચલાવી રાજકોટ તરફ ફરાર થયા હોવાનું પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. જ્યારે કેટલા રૂપિયા લૂંટમાં ગયા છે અને આરોપીઓ કોણ કોણ હતા તે સમગ્ર વિગતો માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ એફએફએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેશે.

મોરબીમાં ધોળેદિવસે થયેલી આ લુંટની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. તેમજ લુંટારોઓ  જાણભેદુ હોવાનો પણ કયાસ પોલીસ લગાવી રહી છે. તેમજ લુંટારૂઓ અંગેની ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તેમજ આ લુંટમાં કોની સંડોવણી છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ એફએફએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 57 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો :  Vadodara : ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

g clip-path="url(#clip0_868_265)">