Vadodara : ખાદ્યતેલમાં સતત ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સતત વધતા ખાદ્યતેલના ભાવને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે...સતત ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે..બાળકો માટે નાસ્તો બનાવવો કે રોટલી શાક તેની વિમાસણમાં ગૃહિણીઓ મુકાઇ છે..સરકાર ખાદ્યતેલના ભાવ અંકુશમાં લે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.
દેશમાં મોંઘવારીએ માજા મુકી છે.ઇંધણના ભાવ(Fuel Price Hike)સાથે જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ પણ આસમાન આંબી રહ્યાં છે..ખાદ્યતેલમાં(Edible Oil) પણ સતત ભાવ વધારો થતાં લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે.ત્યારે વડોદરામાં(Vadodara)પણ સિંગતેલ, કપાસિયા તેલ, મકાઇ અને સનફ્લાવરના તેલમાં ભાવ વધ્યા છે..છેલ્લા 1 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 125થી 150 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.. ભાવ વધવાને કારણે અત્યારે સિંગતેલનો ડબ્બો 2680, કપાસિયા તેલ 2660, મકાઈ 2580 થી 2680 અને સનફલાવર તેલનો ડબ્બો 2600 થી 2725 પર પહોંચ્યો છે..વડોદરા તેલ એસોસિએશન પ્રમુખે કહ્યું કે યુક્રેન રશિયાના યુદ્ધને કારણે ખાદ્યતેલોના ભાવો વધ્યાં છે..રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ પૂરું થશે પછી ભાવો નિયંત્રિત થશે
તો બીજી તરફ સતત વધતા ખાદ્યતેલના ભાવને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.સતત ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે..બાળકો માટે નાસ્તો બનાવવો કે રોટલી શાક તેની વિમાસણમાં ગૃહિણીઓ મુકાઇ છે..સરકાર ખાદ્યતેલના ભાવ અંકુશમાં લે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.
આ પણ વાંચો : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ અંગદાન અંગે જાગૃતિ લાવવા કરી આ પહેલ
આ પણ વાંચો : Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું