સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ ખાબકતા મોરબીના મચ્છુ – 2 ડેમના એક સાથે 28 દરવાજા ખોલાયા છે. જેમાંથી 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ડેમમાં 2,16,292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક જેટલું જ પાણી છોડવામાં આવતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ રાજકોટમાં પણ મેધ તાંડવના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. ત્યારે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં હરખની લાગણી જોવા મળી રહી છે. ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. રાજકોટને આજી 1 ડેમ પાણી પુરૂ પાડે છે.