Monsoon 2002: જતા જતા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભીંજવશે ચોમાસુ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

ગુજરાતમાં  ચોમાસાએ (Monsoon 2022) વિધિવત રીતે વિદાય લેવાની શરુઆત કરી દીધી છે. ક્રમશ: તે ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારમાંથી વિદાય લઇ રહ્યુ છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની (Rain) શક્યતા નહિવત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 5:04 PM

ગુજરાતમાં  ચોમાસાએ (Monsoon 2022) વિધિવત રીતે વિદાય લેવાની શરુઆત કરી દીધી છે. ક્રમશ: તે ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારમાંથી વિદાય લઇ રહ્યુ છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની (Rain) શક્યતા નહિવત છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નહીં પડે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.

છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદી ઝાપટા પડશે

મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અહી હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 92 ટકા જેટલું રહેશે. નર્મદા જિલ્લામાં છૂટાછવાયા અને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકા, મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે અહીં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">