હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળશે. નવરાત્રિમાં વરસાદ રહેશે કે નહીં તે અંગે પણ અંબાલાલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે. પ્રચંડ પવન સાથે અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતા દર્શાવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડીગ્રી ગરમી પડવાની સંભાવના છે. ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રી દરમિયાન કેટલાલ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 10, 11, 12,13 ઓક્ટોબરે કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે. શરદ પૂનમ પેહલા કેટલા ભાગોમાં વરસાદ રહેશે. 24 તારીખથી એન્ટીસાઈકલોન સિસ્ટમ બનવાથી મધપ્રદેશના ભાગો સહિત ગુજરાતમાં અન્ય ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે.
Published On - 2:25 pm, Wed, 25 September 24