Gujarati Video: આવતીકાલથી દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનો થશે પ્રારંભ, જાણો ક્યારે પહોંચશે ચોમાસું ગુજરાત

Gujarati Video: આવતીકાલથી દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનો થશે પ્રારંભ, જાણો ક્યારે પહોંચશે ચોમાસું ગુજરાત

| Edited By: | Updated on: May 31, 2023 | 11:37 PM

આવતીકાલથી દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે. ચોમાસું આવતીકાલે કેરળ પહોંચશે. જોકે વહેલી તકે આ ચોમાસુ ગુજરાત પહોંચશે. દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે. 5 જૂન સુધીમાં ચોમાસું તમિલનાડુમાં પ્રવેશ કરશે.

Gujarat: આવતીકાલથી દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે. ચોમાસું (Monsoon) આવતીકાલે કેરળ પહોંચશે અને 15 જૂનથી ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થશે. 15 જૂનથી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે. કાલે કેરળમાં પ્રવેશ્યા બાદ 5 જૂન સુધીમાં ચોમાસું તમિલનાડુમાં પ્રવેશ કરશે. પાંચ જૂને તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદની પધરામણી થશે. 10 જૂને ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણા સુધી પહોંચી જશે. બાદમાં 15 જૂનથી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, પ્રાચીન વર્ષા વિજ્ઞાન શું કહે છે? જુઓ Video

20 જૂનથી રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. 8 જુલાઈ સુધી દેશમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે આ વખતે ચોમાસું બેસવામાં એક દિવસનો વિલંબ થયો છે. 19 મેથી 26 મે સુધી ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુ પર સ્થિર હતુ. જે વરસાદના વિલંબના સંકેત હતા. મહત્વનુ છે કે 29 મે બાદ દક્ષિણ-પશ્ચિમ મોનસૂને ઝડપ પકડી લીધી છે.

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 31, 2023 11:33 PM