આજનું હવામાન : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં વરસશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આજે ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદની વકી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ છે જેના કારણે વરસાદની શક્યતા પ્રભળ છે.જો કે 9 જૂન બાદ વરસાદનું જોર ઘટવાના અણસાર છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેજના પ્રવાહો ફંટાઈ રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે.અંબાલાલ પ્રમાણે 8થી 12 જૂન મુંબઇ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે.તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે.તેમના પ્રમાણે 12 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે.રાજ્યમાં 12 થી 18 જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
