આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસાની દસ્તકના એંધાણ ! પ્રિ-મોન્સૂન એક્ટીવિટીના પગલે આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જુઓ Video

|

Jun 07, 2024 | 10:24 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટીના પગલે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટીના પગલે વરસાદ વરસી શકે છે. મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયા પછી હવે ગુજરાતમાં પણ ચોમાસાના સત્તાવાર આગમનના એંધાણ જોવા મળી રહ્યા છે.

જો કે હજુ સુધી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન  ન થયુ હોવા છતા વરસાદની આગાહી છે. આજે દાહોદ,છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ 8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.

9 જૂને ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીર સોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 10 જૂન અને 11 જૂને રાજ્યના મોટા ભાગની જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસુ

ગુજરાતમાં ચોમાસાની દસ્તકના એંધાણ છે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે. 12 થી 14 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.ગુજરાતમાં શરૂઆતથી જ વાવણીલાયક વરસાદ રહી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video