Rain News : સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video
સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. સુરતના પલસાણામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સુરતના વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે સુરતમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. સુરતના પલસાણામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના કામરેજ અને નવસારીના ખેરગામમાં 1.7 ઈંચ વરસાદ પડ્યો છે.
ભરુચમાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાંચબત્તી, સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પાણી-પાણી થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે. અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. બિહાર, બંગાળના લો પ્રેશરની અસર ગુજરાતમાં વર્તાશે જેના પગલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક નદીઓમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.