Vadodara Rain : ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાયો, થોડા મહિના પહેલા જ બનેલા રોડના કરોડો રુપિયા પાણીમાં, જુઓ Video
મેઘરાજાએ છેલ્લા 3 દિવસમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી રાજ્યને ધમરોળ્યુ છે. જેના કારણે દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા છે પરંતુ હાઈવે પણ બિસ્માર બન્યા છે. જેમાં વડોદરાના ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે. ખાસ કરીને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે. ડભોઇના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઇ જતા મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી રોડ બનાવ્યો હતો. દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર બની છે. રોડ બનાવામાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આરોપ છે.
આ રસ્તા પર પાણીના કારણે મસમોટા ગાબડા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના હાઈવે સહિત ગામના રસ્તાઓની વરસાદના કારણે બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન તો તંત્રની કામગીરીને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.