Monsoon 2024 : સુરતમાં મેઘરાજાએ હાજરી પુરાવી, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ વીડિયો

|

Jun 09, 2024 | 9:30 AM

સુરત: ચોમાસુ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે અને મેઘરાજાએ સુરત સુધી તેમની હાજરી નોંધાવી છે. સુરત શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં હવળો વરસાદ પડ્યો હતો.

સુરત: ચોમાસુ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે અને મેઘરાજાએ સુરત સુધી તેમની હાજરી નોંધાવી છે. સુરત શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં હવળો વરસાદ પડ્યો હતો.

સુરતના કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગરોડ, વિસ્તારમાં વરસાદ વર્ષ્યો હતો. વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી

માત્ર સુરત શહેરજ નહીં પણ જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. સુરત જિલ્લાના  ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. કાળઝાળ ગરમી અને બફારાની સ્થિતિ પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આ પણ વાંચો : સુરત વીડિયો : સીલીંગ કાર્યવાહીના વિરોધ વચ્ચે વેપારીઓને રાહત અપાઈ, પરવાનગી મેળવવા મનપાએ 10 દિવસનો સમય આપ્યો

Published On - 9:29 am, Sun, 9 June 24

Next Video