Vadodara Rain : વરસાદે તંત્રની ખોલી પોલ, ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા, જુઓ Video

|

Jul 25, 2024 | 5:13 PM

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડતા તંત્રની પોલ ખુલી છે. ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડતા વિવાદ થયો છે.

વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડતા તંત્રની પોલ ખુલી છે. ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડતા વિવાદ થયો છે.

તંત્ર દ્વારા તાજેતરમાં જ રીપેરીંગ કરવામાં આવ્યુ છે. રીપેરીંગ કામા માટે સાત દિવસ આ બ્રિજ બંધ કર્યો હતો. સાત દિવસ રીપેરીંગ બાદ પણ બ્રિજ પર ગાબડા પડતા વિવાદ થયો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આ બ્રિજ બનાવવા માટે 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો

બીજી તરફ વડોદરામાં બુધવારે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે વડોદરાના વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વડોદરા શહેરમાં 2024નો સૌથી મોટો ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યાં છે.

Next Video