Navsari News : વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ થયો ઓવરફ્લો, 24 ગામને અપાયું એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 02, 2024 | 11:53 AM

નવસારી જિલ્લાની જીવા દોરી સમાન વધુ એક ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે.જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે.જેના પગલે મોટાભાગના જળાશયોમાં જળસપાટીમાં વધારો થયો છે. નવસારી જિલ્લાની જીવા દોરી સમાન વધુ એક ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે.

24 ગામને અપાયું એલર્ટ

જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 પાણીની આવક થઈ છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં આવેલા 24થી વધારે ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીકિનારે ન જવા માટે વહીવટી તંત્ર એ લોકોને સૂચન આપ્યુ છે. નવસારી જિલ્લામાં આવેલા 2 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આખુ વર્ષ પીવા અને સિંચાઈ માટેનું પાણી મળતા ગ્રામજનોને રાહત મળી છે.