ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક, ડેમની જળસપાટી 595 ફૂટ પર પહોંચી, જુઓ Video
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી 595 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક જળસપાટી 604 ફૂટ થઈ છે. મહત્વનુ છે કે બનાસકાંઠાના 57 ગામોને અસર થઈ શકે છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. હાલ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટી 595 ફૂટ પહોંચી છે. જ્યારે તેની ભયજનક જળસપાટી 604 ફૂટ છે. 597 ફૂટના લેવલે તંત્ર દ્વારા દાંતીવાડા ડેમમાંથી 10 હજાર ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવે તેવું પ્રાથમિક અનુમાન છે. ત્યારે પાટણના 47 જેટલા ગામોને વધુ પાણી આવે તો અસર થવાની શક્યતાઓ છે.
જ્યારે બનાસકાંઠાના 57 જેટલા ગામોને દાંતીવાડા ડેમનું પાણી અસર કરી શકે છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના આંકડાની વાતા કરવામાં આવે ત્યારે આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.
આ પણ વાંચો : ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ, ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
રાજ્યના 90 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. 17 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના વલોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. બોડેલીમાં 3 ઈંચ, વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો