Monsoon 2023 : રાજ્યના 200 તાલુકામાં શ્રીકાર વરસાદ, 26 તાલુકામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 30, 2023 | 12:39 PM

રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200 થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

Gujarat Rain : રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200 થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકમાં જ વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આ તરફ ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 થી વધુ તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો

નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો