Monsoon 2023: અમદાવાદના જમાલપુરમાં પડ્યો મોટો ભૂવો, વારંવાર ભૂવા પડવાથી સ્થાનિકોમાં રોષ
Ahmedabad: જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડ્યો હતો. ભૂવો પડવાને લઈ કોર્પોરેશનની ટીમ દ્વારા સમારકામ કરવાની શરુઆત કરી છે.
અમદાવાદમાં ભારે વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જી દીધી છે. પ્રિ-મોન્સુન કામગીરીની પોલ પણ વરસાદને લઈ ખુલી ગયો છે. અમદાવાદમાં શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ વિસ્તારમાં ભૂવો પડ્યો છે. વિશાળ ભૂવો પડવા બાદ કોર્પોરેશની ટીમ સ્થળપર પહોંચી છે અને ભૂવો પૂરવાની કામગીરી શરુ કરી છે. કોર્પોરેશન ભૂવાને ફરતે બેરિકેટીંગ કરી દેવામાં આવ્યુ હતુ અને જેના બાદ સમારકામ શરુ કરવામાં આવ્યુ હતુ.
સ્થાનિકોએ કહ્યુ હતુ કે આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે. મુખ્ય રસ્તો છે અને આમ છતાં અહીં અવારનાર ચોમાસામાં ભૂવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂવાને લઈ સમસ્યા સર્જાતી હોય છે, જીવના જોખમની ચિંતા સતાવતી હોય છે. વિસ્તારના લોકોએ આ માટે રજૂઆતો પણ અનેકવાર કરી છે.