Monsoon 2023: વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
વલસાડ જિલ્લામાં મોટાભાગની જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી, કપરાડા, ઉમરગામ, પારડી સહિતના વિસ્તારમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Valsad : ચોમાસાના (Monsoon 2023) આરંભથી જ ગુજરાતમાં વરસાદે (Rain) ધબધબાટી બોલાવી દીધી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મોટાભાગની જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી, કપરાડા, ઉમરગામ, પારડી સહિતના વિસ્તારમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો-Rajkot: ધોરાજીના ફરેણી તાલુકા શાળા-2ના આચાર્યનું અનોખુ કાર્ય, ત્રણ બાળકના અભ્યાસની લીધી જવાબદારી
Latest Videos
Latest News