AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદ અને પૂરની સ્થિતિના કારણે અનેક ટ્રેનો થઈ રદ, મુસાફરી કરતા પહેલા જોઈ લેજો આ યાદી

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. જેના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ એક્સપ્રેસ ટ્રેનો અને 500થી વધુ પેસેન્જર ટ્રેનોની સેવા પ્રભાવિત થઈ છે.

વરસાદ અને પૂરની સ્થિતિના કારણે અનેક ટ્રેનો થઈ રદ, મુસાફરી કરતા પહેલા જોઈ લેજો આ યાદી
Many trains canceled due to rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 11:56 AM
Share

ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ હવે પૂરનો કહેર યથાવત છે. જેના કારણે ભારતીય રેલવેના સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. રેલવે ટ્રેક બાદ પૂરના પાણી સ્ટેશનો અને પ્લેટફોર્મ પર પહોંચી ગયા છે. જેના કારણે ભારતીય રેલવેએ 7 જુલાઈથી સેંકડો ટ્રેનો રદ કરી છે. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, 7 થી 15 જુલાઈની વચ્ચે રેલ્વે ટ્રેક અને સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે 300 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે જ સમયે, 406 પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. જો તમે પણ આ દરમિયાન મુસાફરી કરવા જઈ રહ્યા હોવ, તો તમે અહીં રદ્દ થયેલી ટ્રેનોની યાદી જોઈ શકો છો.

પાટા પર પાણી ભરાવાને કારણે ટ્રેનો રદ કરાઈ

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. જેના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ એક્સપ્રેસ ટ્રેનો અને 500થી વધુ પેસેન્જર ટ્રેનોની સેવા પ્રભાવિત થઈ છે. રાજધાની દિલ્હીમાં પણ રસ્તાઓ, ગટરોમાં પાણી ભરાયા બાદ રેલવે ટ્રેક અને સ્ટેશનોમાં પૂરના પાણી આવવા લાગ્યા છે. જેના કારણે રેલવેએ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

વરસાદના કારણે આ ટ્રેનો રદ

  • ટાટાનગર-ઈટાવરી એક્સપ્રેસ
  • દુર્ગ-ભોપાલ એક્સપ્રેસ
  • જમ્મુ તાવી – હાવડા હિમગીરી એક્સપ્રેસ
  • ગુવાહાટી-ઉદયપુર એક્સપ્રેસ
  • સહરસા-અમૃતસર એક્સપ્રેસ
  • બરૌની-જમ્મુ તાવી એક્સપ્રેસ
  • ગોરખપુર-અમૃતસર એક્સપ્રેસ
  • કામાખ્યા-વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ
  • સમસ્તીપુર-અમૃતસર એક્સપ્રેસ
  • આનંદ વિહાર-બરૌની એક્સપ્રેસ આ ટ્રેનો સહિત, 300 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 400 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. તમે ભારતીય રેલવેની IRCTC હેલ્પ વેબસાઈટના કેન્સલ ટ્રેન લિસ્ટ સેક્શનમાં રદ થયેલી ટ્રેનો વિશેની માહિતી જોઈ શકો છો.

આ રીતે મેળવી શકો છો રિફંડ

જો તમે રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરાવી હોય તો તમારે તેના રિફંડની ચિંતા કરવાની જરૂર નથી. જો ટ્રેન કેન્સલ થાય છે, તો તમારી ટિકિટના પૈસા આપમેળે સ્ત્રોત ખાતામાં આવી જશે. આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી. રેલવે રિફંડ માટે 7-8 કામકાજના દિવસોનું વચન આપે છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકોને 2-3 દિવસમાં રિફંડ મળી જાય છે. તે જ સમયે, કાઉન્ટર પરથી લીધેલી ટિકિટમાંથી રિફંડ માટે, તમારે TDR ફાઇલ કરવું પડશે. આ પછી તમને 3-7 દિવસમાં તમારું રિફંડ મળી જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">