Valsad: માલવણ ગામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, જલ્દી પાણીનો નિકાલ થાય તેવી લોકોની માગ, જુઓ Video
વલસાડના માલવણ ગામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. માલવણ ગામના રસ્તાઓ પર નદીઓના પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માલવણ ગામ બેટમાં ફેરવાયું છે. ગામના તમામ રસ્તા પર નદીઓના પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ગામના રસ્તા પાણીમાં તરબોળ થતાં લોકો ઘરમાં જ પુરાઇ રહેવા મજબૂર બન્યાં છે.
આ પણ વાંચો : પૂર્વ IAS એસ.કે લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર, રિમાન્ડના ઓર્ડર પર સ્ટે માગતી અરજી કોર્ટે ફગાવી
લોકો નોકરી ધંધા પર પણ જઇ શકતા નથી. એટલું જ નહીં રસ્તાઓ પાણીમાં ગળાડૂબ થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. તમામ માર્ગ અવરજવર માટે બંધ થયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
