Monsoon 2023: ધોરાજીમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટીંગ, વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, જુઓ Video

ધોરાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવનો વારો આવ્યો હતો. ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા અને પીર ખા કુવા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 5:45 PM

Rajkot: ધોરાજીમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ છે. વીજળીના કડાકા સાથે દોઢ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોરાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા અને પીર ખા કુવા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વરસાદની સ્થિતિ છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મહેર વરસાવી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં મૂશળધાર વરસાદને પગલે આંબશાળ નામનું ગામ બેટમાં ફેરવાયું. તો બીજી તરફ ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો. ભાવનગરના કોજળી ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો  : સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેક લોકોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

રાજકોટના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ દોઢ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો. તો બીજી તરફ જૂનાગઢમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી. તો બીજી તરફ બોટાદમાં પણ ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા છે. જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">