Gujarat High Court: સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેક લોકોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં હત્યાના કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીના મૂળભૂત અધિકારો બાબતે હાઇકોર્ટના મહત્વના નિર્દેશ જેમાં સજા કાપેલા વ્યક્તિના સમાજમાં પુનઃ વસન ના અધિકાર મુદ્દે કોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી.
Ahmedabad: સજા કાપી ચૂકેલા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મહત્તમ લાભ મળે તે માટે લીગલ સર્વિસ ઓથોરિટીને નિર્દેશ આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે અવલોકન કર્યું કે પ્રધાનમંત્રી અને સરકારની વિવિધ યોજનાઓ થકી છૂટેલા કેદીઓને સમાજમાં પુનઃ વસન અને પુનઃ સ્થાપનની તક મળવી જોઈએ. જેમાં નવા સ્ટાર્ટ અપ કે નોકરી વિષયક બાબતોમાં આવા લોકોની મહત્તમ મદદ કરવા પણ લીગલ સર્વિસ ઓથોરિટીને આદેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2009માં ઘર કંકાસમાં આવેશમાં આવીને એક વ્યક્તિ દ્વારા તને કૌટુંબિક કાકાની ઘરમાં વપરાતા ચપ્પુ વડે હત્યા નિપજાવી દેવામાં આવી હતી, જે વાત આરોપી પોલીસ પકડમાં પણ આવી ચૂક્યો હતો લાંબા સમય સુધી આ કેસની ટ્રાયલ ચાલ્યા બાદ સમગ્ર મામલો આખરે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટમાં પણ આ કેસમાં ટ્રાયલ ચાલી હતી મહત્વના અવલોકનો અને દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.
કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે પ્રસ્તુત કેસમાં આરોપી 13 વર્ષ 3 મહિના અને 26 દિવસની સજા કાપી ચૂક્યો છે અને આવેસમાં તેના દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી, તેનો આરોપીને અફસોસ પણ છે માટે તેને કાપેલી સજા પૂર્ણ કરવામાં આવે તે પ્રકારનું પણ અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું.
આ પણ વાંચો : ગુજરાતના નામે વધુ એક સિદ્ધિ, 6 જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિ સન્માન એવોર્ડ એનાયત
મહત્વની બાબત કોર્ટ દ્વારા કહેવામાં આવી કે હવે જ્યારે 13 વર્ષ 3 મહિના અને 26 દિવસ બાદ આરોપી બહાર આવી રહ્યો છે ત્યારે અનેક પરિસ્થિતિઓમાં બદલાવ આવ્યો છે અને સમાજના મુખ્ય પ્રવાહોમાં પણ જોડાવું મુશ્કેલ બને છે. જેલમાંથી બહાર આવેલા લોકોને પોતાના અધિકારો અને તેમના દ્વારા સરકાર દ્વારા ચાલતી યોજનાઓથી માહિતગાર કરાવવા ખૂબ જરૂરી છે. સજા બાદ પણ સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થવા માટે નાગરિકને યોગ્ય તક મળે એ જરૂરી તે મુજબ હાઇકોર્ટે હુકમ કર્યો. મહત્વનુ છે કે ગુજરાત હાઇકોર્ટના આ પ્રકારના માનવીય અભિગમની દૂરોગામી અસર થશે.