પહેલા જ વરસાદમાં રોડ રસ્તા તૂટી જવા તે વાત હવે સામાન્ય બની ગઈ છે. નબળી ગુણવત્તા વાળી કામગીરીને લઈ આ સમસ્યાઓ સર્જાય છે. આવી જ સ્થિતિ યાત્રાધામ વીરપુરમાં (Virpur) જોવા મળી છે. વિરપુરના રોડના કામમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. વીરપુરમાં બસસ્ટેન્ડથી મુખ્ય મંદિર સુધીનો 60 લાખના ખર્ચે RCC રોડ બની રહ્યો છે. આ RCC રોડનું કામ આજે ચાલુ વરસાદે પણ થઈ રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. “ચાલુ વરસાદે વિકાસ” તેવા સ્લોગન સાથે આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો.