AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain : દાદરા નગર હવેલીમાં ભારે વરસાદના પગલે સાકરતોડ નદીમાં ઘોડાપૂર, ખાનવેલમાં એક હોટલની પ્રોટેક્શન વોલ તૂટી, જુઓ Video

Rain : દાદરા નગર હવેલીમાં ભારે વરસાદના પગલે સાકરતોડ નદીમાં ઘોડાપૂર, ખાનવેલમાં એક હોટલની પ્રોટેક્શન વોલ તૂટી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:47 AM

દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે.

Rain : ભારે વરસાદના પગલે દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે. ભગતપાડા વિસ્તારમાં નદી કિનારેના દસથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો પારસીપાડા અને પારસપાડા વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો : Tapi Rain : તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા, જુઓ Video

પાણીના ભારે પ્રવાહના કારણે ખાનવેલમાં એક હોટલની પ્રોટેક્શન વોલ તૂટી છે. તો ખાનવેલથી ચૌડા તરફ જતા પુલ પર પાણી ફરી વળતા બંને તરફનો રસ્તો બંધ થઇ ગયો છે. તો આ તરફ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક છે. ડોલવણ તાલુકાના આંબાપાણી માંથી પસાર થતી પૂર્ણા નદીમાં ભરપૂર આવક છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">