Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 17 જુલાઈએ એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે અમરેલી, ભાવનગર,નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ 18 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતના અમદાવાદ,ખેડા, આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. 19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આજે સોમવારે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, આણંદ, ભરુચ, જુનાગઢ, ખેડા, પોરબંદર જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ગાંધીનગર, ગીર સોમાનાથ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો રાજકોટમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ દાહોદ, પંચમહાલમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો