Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી છે. તેના હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો 16 જુલાઈ પછી અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 16,17,18 અને 19 જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain Video: ગોંડલમાં ST બસ અને ખાનગી બસ અંડરબ્રિઝના પાણીમાં ફસાઈ, મુસાફરોને ફાયર ટીમે બહાર નિકાળ્યા
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભરુચ, ગાંધીનગર, જુનાગઢ,ખેડા, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી,રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ ભાવનગર, જામનગર, કચ્છ, પાટણ, પોરબંદર જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
