Monsoon 2022: 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 1:16 PM

ગુજરાતમાં (Gujarat) ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે (Meteorological Department) ફરી ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં 13 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં મેઘમહેર યથાવત

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 10 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદી માહોલ રહેશે તો આણંદમાં (Anand)પણ વરસાદ થવાની શક્યતા છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.

આગાહી મુજબ વરસાદ

મધ્ય ગુજરાતના દાહોદમાં (Dahod) તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ઉકળાટથી રાહત મળી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામજોધપુર, વડોદરા, તાપી અને સુરતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">