શેઠની શિખામણ ઝાંપા સુધી! સુરતમાં ધારાસભ્યની રજૂઆત છતા આવકના દાખલા માટે લાંબી કતારો, કચેરીઓમાં અવ્યવસ્થાની ભરમાર- જુઓ Video

શેઠની શિખામણ ઝાંપા સુધી! સુરતમાં ધારાસભ્યની રજૂઆત છતા આવકના દાખલા માટે લાંબી કતારો, કચેરીઓમાં અવ્યવસ્થાની ભરમાર- જુઓ Video

| Edited By: | Updated on: May 16, 2024 | 5:41 PM

સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ આવકના દાખલા માટે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી હોવા છતા સરકારી કચેરીઓમાં ભારોભાર અવ્યવસ્થા અને હાલાકી જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકના દાખલા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

રાજ્યભરમાં હાલ આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો માટે સરકારી કચેરીઓમાં સવારથી લાંબી લાઈનો લાગી જાય છે, આવકના દાખલા માટે પડતી હાલાકી અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરી હતી. જો કે અહીં શેઠની શિખામણ ઝાંપા સુધી જેવા દૃ્શ્યો જોવા મળી રહ્યા છે. અન્ય શહેરોની જેમ સુરતમાં પણ સુરતમાં પણ આવકના અને ક્રીમી લેયરના દાખલા માટે લાંબી લાઇનોના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

અવ્યવસ્થાને પગલે ધારાસભ્યે સેન્ટર પર જઈ અધિકારીઓને ખખડાવ્યા

ધરમના ધક્કા ખવડાવતી આ સરકારી ઓફિસના પાપે લોકો કામકાજ છોડી વાલીઓ છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. લોકોનો પણ આક્ષેપ હતો કે સરકારી ઓફિસોમાં વ્યવસ્થાનો અભાવ છે., જેને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી એક્શનમાં આવ્યા અને સેન્ટર પર જઈને અધિકારીઓ અને અરજદારો સાથે ચર્ચા કરી.ધારાસભ્યે સેન્ટર પરના અધિકારીઓને પણ ખખડાવ્યા અને લોકોને હાલાકી ન પડે તે એ રીતે કામ કરવા સૂચન આપ્યુ.

અગાઉ પણ ધારાસભ્યે કલેક્ટરને લખ્યો હતો પત્ર

હજુ બે દિવસ પહેલા જ ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખી વિદ્યાર્થીઓને અગવડ ન પડે અને ઝડપથી દાખલા મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. ધારાસભ્યે પરિણામ આવે એ પહેલા દાખલાની વ્યવસ્થા કરવા અંગે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્યે અરજદારોને ટોકન આપવાની પણ માગ કરી હતી.

 

આ પણ વાંચો: બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 16, 2024 05:35 PM