AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત વીડિયો: ઓલપાડમાં પર્યાવરણમંત્રી અધિકારીઓ પર અકળાયા, પ્રજાનો ફોન નહીં ઉપાડનારાને આપી ચેતવણી

સુરત વીડિયો: ઓલપાડમાં પર્યાવરણમંત્રી અધિકારીઓ પર અકળાયા, પ્રજાનો ફોન નહીં ઉપાડનારાને આપી ચેતવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2024 | 3:58 PM
Share

સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે.પર્યાવરણમંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે પ્રજાની સમસ્યા સાંભળવી જ પડશે.

સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે. પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે પ્રજાની સમસ્યા સાંભળવી જ પડશે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન થાય તે રીતે વર્તવું જ પડશે. ઓલપાડના ભાદોલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ ચીમકી ઉચ્ચારી છે.

107 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્તમાં મુકેશ પટેલે સંબોધન કરતા કહ્યું કે, જનતાની રજૂઆત ન સાંભળનારા અને ફોન નહીં ઉચકનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જવાબ આપવો પડશે. ભલે કામ 5 દિવસ મોડું થાય, પણ જનતાને જવાબ તો આપવો જ પડશે. જનતાના ફોન ન ઉપાડનારા અને યોગ્ય જવાબ ન આપનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને તેમણે છેલ્લી ચેતવણી આપી છે. જો કોઈ અધિકારી કે પદાધિકારી જનતાના ફોન નથી ઉપાડતા તો તેમને જવાબ આપવો પડશે તેવુ પણ પર્યાવરણમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">