Morbi : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 18, 2025 | 11:11 AM

મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠરો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેના પગલે કેટલીક બેઠકો પર પરિણામ જાહેર પણ થઈ ગયા છે. મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠરો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપની જીત થાય છે.સરકાર દ્વારા મોકલવામાં આવતા રુપિયા મોકલે તો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે જે દિવસ મારી હાજરીમાં ભાજપની હાર થશે તે દિવસે રાજકારણ છોડી દઈશ.

જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગ‌ઢ તૂટ્યો

જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગ‌ઢ તૂટ્યો છે, આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય થયો છે. લઘુમતી બહુમતી વિસ્તારમાં ભાજપની પેનલનો વિજય થયો.