Breaking News: ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ, હાલ ICU માં સારવાર હેઠળ

| Edited By: | Updated on: Oct 16, 2026 | 5:37 PM

ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને ICU માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નર્મદાના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. મોટાભાઈના જેલવાસથી નાના ભાઈ શાંતિલાલ સતત તણાવમાં હતા અને આ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. જેના કારણે નાના ભાઈ શાંતિલાલ દામજીભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હતા. આ જ કારણોસર 35 વર્ષિય શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લીધી હોવાની વિગતો સામે આવી છે. શાંતિલાલે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા જ પરિવારના સભ્યો તેમને લઈને હોસ્પિટલ દોડ્યા હતા અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ચૈતર વસાવાના નાના ભાઈ વેન્ટિલેટર પર હોવાની જાણ કોર્ટને કરાઈ હતી. ઝેરી પદાર્થને કારણે MLA ચૈતર વસાવાની તબિયત લથડતા જામીન માગ્યા હતા. 3 દિવસના જામીન મંજૂર કરવા ચૈતર વસાવાના વકીલે રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે શરૂઆતમાં જામીન આપવા અંગે વિરોધ દર્શાવ્યો હો.

હાઈકોર્ટે માનતાનું ધોરણ અપનાવવા ટકોર કરી હતી. ત્યારે રાજ્ય સરકાર વતી માનવતાના ગ્રાઉન્ડ પર 1 દિવસના જામીન આપવા રજૂઆત કરાઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલોને અંતે ચુકાદો અનામત રાખ્યો છે.

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

Follow Us
Loading...
Unable to load recommendations.