સુરત: પ્રફુલ પાનસેરિયાએ સુડાના અધિકારીઓને ખખડાવ્યા, TDOને આપી સરપંચને સસ્પેન્ડ કરવાની ચીમકી

| Edited By: | Updated on: May 30, 2026 | 9:14 PM

સુરતના કામરેજ ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં જનતાના કામોમાં ધીમી ગતિ અને બેદરકારી બદલ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પરિણામ લાવવા આદેશ આપ્યો છે.

સુરતના કામરેજ તાલુકા પંચાયત ખાતે મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાના પડતર પ્રશ્નો અને વિકાસ કાર્યોમાં ધીમી ગતિને લઈને મંત્રી અત્યંત આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે મામલતદાર, TDO અને સુડા (SUDA) સહિતના ઉચ્ચ અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો.

સર્વિસ રોડ પરના દબાણો મુદ્દે સુડાના અધિકારીઓને ખખડાવતા મંત્રીએ ઉગ્ર આક્રોશ સાથે કહ્યું, “લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો, તમે પોતાને શું સમજો છો?” તેમણે અધિકારીઓની ટીમને તાત્કાલિક ફિલ્ડમાં જઈ બે દિવસમાં એક્શન પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત, ખોલવડ ગ્રામ પંચાયતમાં 50% લોકોને પાણી-લાઈટ કનેક્શન ન મળતા હોવાની ફરિયાદ મુદ્દે મંત્રીએ TDOને કડક લહેજામાં ચીમકી આપી કે, “જો કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો, મને આ બાબતનું સચોટ પરિણામ જોઈએ.” આવકના દાખલા માટે લોકોને ખાવા પડતા ધક્કા અંગે નારાજગી વ્યક્ત કરી તેમણે પ્રજાને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ તેવી કડક તાકીદ કરી હતી. મંત્રીના આ આકરા વલણથી આળસુ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

કાયદાના દુરુપયોગથી કંટાળી પતિ પહોંચ્યો કલેક્ટર કચેરી, પત્નીને ગણાવી લૂંટારી દુલ્હન, ન્યાય નહીં મળે તો…!

Follow Us