Panchmahal: પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો, નિવાસસ્થાને સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા

|

Jan 26, 2022 | 7:42 AM

અત્યાર સુધીમાં કુલ પાંચ પ્રધાનો કોરોના સંક્રમિત થયા છે. હર્ષ સંઘવી, જીતુ ચૌધરી, રાજેન્દ્ર ત્રિવેદી, આર. સી. મકવાણા અને હવે નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં વધતા જતા કેસોની સાથે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને પ્રધાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે, ત્યારે વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત થયા છે. રાજ્યકક્ષાના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથાર (Nimisha suthar) કોરોના સંક્રમિત (Corona positive) થયા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના સંક્રમિત થતાં નિમિષા સુથાર થયા સેલ્ફ ક્વૉરન્ટાઈન થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી છે.

 

અત્યાર સુધીમાં કુલ પાંચ પ્રધાનો કોરોના સંક્રમિત થયા છે. હર્ષ સંઘવી, જીતુ ચૌધરી, રાજેન્દ્ર ત્રિવેદી, આર. સી. મકવાણા અને હવે નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં ભાવનગરના મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા, ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી,પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઈસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો- Vadodara: સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોનો 4 વર્ષ જુનો આવાસનો પ્રશ્ન ઉકેલાયો, આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધી આપશે

આ પણ વાંચો- Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

Next Video