Gujarat weather : રાજ્યમાં આગામી 5 દિવસ આગ ઝરતી ગરમીની આગાહી, કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પહોચશે પારો, જુઓ Video
સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઉંચો જવાની શરૂઆત થઈ છે.
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અને હજુ તાપમાનનો પારો ઉંચે જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. એમાં પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 14 અને 15 એપ્રિલે યલો એલર્ટ અપાયું છે. 41 ડિગ્રી ઉપર તાપમાનનો પારો જાય છે. ત્યારે યલો એલર્ટ અપાય છે. જો કે, અમદાવાદમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતું રહે છે.
આ પણ વાંચો : Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી
ગઈકાલે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ નોંધાયો હતું. એક સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ હતી કે, એપ્રિલ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થશે. 20 એપ્રિલથી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા છે. કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પણ પારો પહોંચી શકે છે. તો એપ્રિલ મહિનાના અંતમાં ઘરમાંથી બહાર નીકળવું પણ અઘરું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સ્થળે 50 ડિગ્રી સુધી પારો પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત
આ અગાઉ રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતુ. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું હતુ. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ. એવું પ્રથમ વાર બન્યું હતુ કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ. આ પહેલા વર્ષ 2020માં 5 એપ્રિલે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 40.5, અમરેલીમાં 40.4, વડોદરામાં 40.2, સુરત અને દાદરાનગરહવેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
