Gujarat weather: ફરી એક વાર માવઠાનું સંકટ, 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat weather: ફરી એક વાર માવઠાનું સંકટ, 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:24 PM

રાજ્યમાં હજી તો વરસાદથી થયેલા નુકસાનની કળ ખેડૂતોને વળી નથી ત્યાં તો હવામાન વિભાગ દ્વારા ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
  1. 30 અને 31 માર્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી
  2. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પડશે વરસાદ
  3. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
  4. 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી
  5. 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી
  6. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી
  7. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

માવઠાથી પાકને વ્યાપક નુકસાન

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ચાલુ વર્ષે બજારમાં ઘઉંના ભાવ ઉંચા રહે તેવી શક્યતા છે. છેલ્લા 15 દિવસમાં વરસેલા કમોસમી વરસાદથી કૃષિ ઉત્પાદનને માઠી અસર પડી છે. ઘઉંની સીઝન વખતે કમોસમી વરસાદથી ગુણવતા અને ઉત્પાદન પર અસર પડી છે. સિઝન વખતે જ આવક ઓછી થઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપ્યું છે આશ્વાસન

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આવતા વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે.સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે.

ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે. મુખ્ય પ્રધાને ખેડૂતોને મૌખિક હૈયાધારણા આપી કે ખેતીમાં નુકસાનનો ગામડા મુજબ સરવે કરાશે અને જ્યાં વધુ નુકસાન થયું હશે તેના સરવે રિપોર્ટ આધારે અંતિમ નિર્ણય કરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">