દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતના સભ્ય 50 હજારની લાંચ લેતા ઝડપાયા

દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતના સભ્ય 50 હજારની લાંચ લેતા ઝડપાયા

| Updated on: Oct 31, 2023 | 5:27 PM

મોહન કટારાએ કેટલાક કામના બિલ પાસ કરવા માટે લાંચ માગી હતી. બિલો મંજુર કરાવવા આરોપીએ ફરિયાદી પાસે લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોવાથી ACBને જાણ કરી હતી, ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઠુઠાકંકાસીયા ચોકડી પર લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા છે. તાલુકા પંચાયતના મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ ઓફિસર મોહન કટારાની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે, APO મોહન કટારાએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી.

આ પણ વાંચો દાહોદ : લક્ષ્મી પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણી ન મળતાં સ્થાનિકોમાં રોષ

મોહન કટારાએ કેટલાક કામના બિલ પાસ કરવા માટે લાંચ માગી હતી. બિલો મંજુર કરાવવા આરોપીએ ફરિયાદી પાસે લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોવાથી ACBને જાણ કરી હતી, ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઠુઠાકંકાસીયા ચોકડી પર લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 31, 2023 05:08 PM
g clip-path="url(#clip0_868_265)">