Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ
આણંદમાં 61 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 4 નાયબ મામલતદાર એક ક્લાર્ક એક રેવન્યુ તલાટી જ્યારે 5 કોમ્પ્યુટર ઓપરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) કેસમાં રવિવારે ઘટાડો નોંધાયો છે. જો કે રાજયમાં હજુ પણ કોરોનાને કેસ અનેક વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. આણંદ(Anand)જિલ્લામાં પણ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં આજે આણંદ જિલ્લાની બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં કચેરીમાં એક સાથે 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે આણંદમાં આજે 61 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે 61 કર્મચારીમાંથી 4 નાયબ મામલતદાર એક ક્લાર્ક એક રેવન્યુ તલાટી જ્યારે 5 કોમ્પ્યુટર ઓપરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમજ હાલના ધોરણે મામલતદાર કચેરીમાં મેન્યુઅલી કામ સ્થગિત કરાયું છે તેમજ તમામ કામકાજ હવે ઓનલાઈન થશે.
આણંદ જિલ્લામાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લામાં હાલ કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓકિસજન ટેન્ક, ઓકિસજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ વધારવામાં આવ્યા છે તથા જે વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે તે વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ જરૂરિયાત મુજબ ધન્વંતરી રથના રૂટ ગોઠવવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો : Surat : કોરોનામાં જીવની પરવાહ કર્યા વિના કામ કરતા આયુષ સ્ટાફને પગાર બાબતે જ અન્યાય
આ પણ વાંચો : Ahmedabad: ધર્મની બહેન બનાવી તેની પુત્રી પર નજર બગાડી, સંબંધી બનીને વારંવાર દુષ્કર્મ આચરનાર પકડાયો