કચ્છ: ભુજમાં RSSની ત્રિ-દિવસીય બેઠક સંપન્ન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કરાઈ ચર્ચા
ભુજમાં યોજાયલ બેઠકમાં 45 પ્રાંતો અને 11 ક્ષેત્રોના સંઘચાલક, પ્રચારક, કાર્યવાહક, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય સહિત વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ ઉપરાંત દેશભરમાંથી લગભગ 382 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 7 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ છે. ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને RSS વ્યાપક પ્રચાર અભિયાન ચલાવશે જે અંગે ચિંતન બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકનું આયોજન ભુજ સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.
ભુજમાં યોજાયલ બેઠકમાં 45 પ્રાંતો અને 11 ક્ષેત્રોના સંઘચાલક, પ્રચારક, કાર્યવાહક, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય સહિત વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ ઉપરાંત દેશભરમાંથી લગભગ 382 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગપુરમાં આવેલા પૂર અને તેનાથી પ્રભાવિત સમાજના લોકો માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યો વિશે આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો કચ્છ : મુન્દ્રામાં ખાનગી શિપિંગ યાર્ડમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
આ ઉપરાંત પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, વિશ્વ પર આબોહવા પરિવર્તનની અસર, સુરક્ષા વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી. સરહદી ગામોમાં પલાયનવાદ અટકાવી સુવિદ્યા વધારવા સહિતના મુદ્દાઓને પણ ત્રણ દિવસની શિબીરની ચર્ચામાં આવરી લેવામાં આવી હતી.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો