અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર, 21 વર્ષમાં પહેલીવાર આટલું પાણી ભરાયું હોવાનો દાવો, જુઓ Video
બોપલના સુંદરવન સોસાયટી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર આટલું પાણી ભરાયું છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોપલના સુંદરવન સોસાયટી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર આટલું પાણી ભરાયું છે.
વરસાદ બંધ છતાં પાણી નિકાલ નહીં
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. પાણી ભરાયેલા હોવાના કારણે રહેવાસીઓને અવરજવર અને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મેયર સામે ઉઠ્યા સવાલ
બોપલ વિસ્તાર અમદાવાદના મેયરનો મતવિસ્તાર હોવા છતાં સમસ્યાના નિવારણ માટે પૂરતી કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે મેયર હજુ સુધી વિસ્તારની મુલાકાતે પણ આવ્યા નથી. સ્થાનિકોએ તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો- 25 જુલાઈના મહત્વના સમાચાર : પાટણના સાંતલપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, અનેક ગામમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત