Surendranagar : લીંબડી-રાજકોટ હાઈવે પર ટ્રકમાં લાગી ભીષણ આગ, જુઓ Video
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની છે. છાલિયા તળાવ પાસેથી પસાર થતા ટ્રકમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની છે. છાલિયા તળાવ પાસેથી પસાર થતા ટ્રકમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ સાથે જ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગ પર કાબૂ ન મેળવાતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.
અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત
બીજી તરફ આ અગાઉ અમદાવાદ એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.અકસ્માત બાદ ભીષણ આગના કારણે બંન્ને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. પાછળની ટ્રકનો ડ્રાઈવર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
