Surat  : ગભેણી ચાર રસ્તા પર કચરામાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 8 ગાડી સ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Mar 12, 2025 | 1:28 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતમાં ગભેણી ચાર રસ્તા પાસે મોડી રાત્રે કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

કચરાના ઢગલામાં લાગી આગ

કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે તેઓ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારીના 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.મળતી માહિતી અનુસાર આશરે 8 ફાયર વિભાગની ગાડી બોલાવવામાં આવી હતી. જો કે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.