Surat : માંગરોળમાં આવેલી પેપરમીલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 10 ટીમ ઘટનાસ્થળે, જુઓ Video
સુરતના માંગરોળમાં પેપરમીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માંગરોળ પંથકમાં આવેલા હથોડા ગામની સીમમાં પેપરમીલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના માંગરોળમાં પેપરમીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માંગરોળ પંથકમાં આવેલા હથોડા ગામની સીમમાં પેપરમીલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.પેપરમીલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
કંપની માલિકને મોટું આર્થિક નુકસાન
આગ લાગવાની ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા તાત્કાલિક ધોરણ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ ભીષણ હોવાના કારણે કામરેજ, બારડોલી અને પાનોલી ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ લાગવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર માંગરોળના હથોડા ગામે આવેલી પેપરમીલમાં લાગેલી આગને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી છે. ફાયર વિભાગની 10 ટીમે 10 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે આગની ઘટનાને પગલે મિલના માલિકને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
