Surat : પલસાણામાં ફોમના ગાદલા બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, તમામ સામાન બળીને ખાખ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યાર સુરતમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના પલાસણમાં મિલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યાર સુરતમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના પલાસણમાં મિલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ ધૂમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ ભીષણ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતના પલાસણમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઈલ પાર્કમાં આવેલી નાવ્યા ફોર્મમાં આગ લાગી હતી. ફોમના ગાદલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે ફેકટરી પરનો શેડ પણ તૂટી પડ્યો હતો. દિવાળી હોવાથી કોઈ હાજર ન હોવાથી તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતના પલાસાણામાં મિલમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગ લાગતા ફેકટરીનો શેડ પણ તૂટી પડ્યો હતો.
