Breaking News : બહિયલમાં બુલડોઝર ! નવરાત્રી દરમિયાન થયેલા જૂથ અથડામણના આરોપીઓના 186 દબાણ તોડી પાડ્યા, જુઓ Video

Breaking News : બહિયલમાં બુલડોઝર ! નવરાત્રી દરમિયાન થયેલા જૂથ અથડામણના આરોપીઓના 186 દબાણ તોડી પાડ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 09, 2025 | 12:25 PM

નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર 186 જેટલા ગેરકાયદે એકમોના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ ગેરકાયદે બાંધકામ અંગે તંત્ર દ્વારા નોટિસ પાઠવાઈ હતી.

અસામાજિક તત્વોએ પથ્થરમારો , આગચંપી ફેલાવી અરાજકતા ફેલાવી હતી. નવરાત્રીમાં થયેલી અથડામણમાં સામેલ આરોપીઓના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણો જમીનદોસ્ત કરી તંત્રએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોઈ પણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે તેવું SPએ નિવેદન આપ્યું છે.

આરોપીઓના દબાણો પર ફર્યું બુલડોઝર

ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન ગાંધીનગરના બહિયલ ગામે “આઈ લવ મોહમ્મદ” અને “આઈ લવ મહાદેવ”નો વિવાદ વકર્યા બાદ જૂથ અથડામણ થઈ હતી. અને આખા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે તો તંત્રએ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ, હવે આરોપીઓ સામે તંત્રએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.

બહિયલના 186 જેટલા ગેરકાયદે એકમો પર તંત્ર બુલડોઝર ફેરવી રહ્યું છે. જેમની સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે. તેવાં 50 આરોપીઓના દબાણો પણ આમા સામેલ છે. અગાઉ R એન્ડ B વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કડક સંદેશ પણ આપ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાશે. હાલ આરોપીઓના ગેરકાયદે કમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. અને આવનારા દિવસોમાં ગેરકાયદે રહેણાંક વિસ્તારો અંગે પણ સર્વે હાથ ધરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો