કોંગ્રેસ-AAPના એક હજારથી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા, BTPના અધ્યક્ષ મહેશ વસાવાના પણ કેસરિયા, જુઓ Video

|

Mar 11, 2024 | 3:10 PM

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો શરુ થયો છે.આજે ગાંધીનગરના કમલમ ખાતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી સહિતના એક હજારથી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે.આ તમામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો શરુ થયો છે.આજે ગાંધીનગરના કમલમ ખાતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી સહિતના એક હજારથી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે.આ તમામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે. BTPના અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાયા છે.

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા આજે આદિવાસી સુપ્રીમો અને પિતા છોટુ વસાવાની છાવણીઓ છોડીને ભાજપમાં સામેલ થયા છે અને PM નરેન્દ્ર મોદીની વિચારધારાને અપનાવી છે. 800થી વધુ કાર્યકરો સાથે વસાવાએ કમલમ ખાતે કેસરિયા કર્યા છે. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ કેસરિયા કર્યા છે. સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી તેમનું પક્ષમાં સ્વાગત કર્યુ છે.

આ પણ વાંચો- Vadodara : સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો, જુઓ Video

બીજી તરફ દાહોદમાં કોંગ્રેસના 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે. નવસારી જિલ્લા કોંગ્રેસમાં ફરી ભંગાણ જોવા મળ્યુ. જલાલપુર તાલુકાના 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા,તો ખેરગામ વિસ્તાર કાર્યકરોનું જિલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલે સ્વાગત કર્યુ હતુ. નવસારી જિલ્લામાં હજુ વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતાઓ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video