પિતૃ તર્પણના બહાને યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભુવો ઝડપાયો – જુઓ Video

પિતૃ તર્પણના બહાને યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભુવો ઝડપાયો – જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2025 | 7:56 PM

ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. નરાધમ ભૂવાએ આસ્થાના નામે મહાપાપ કર્યું છે.  વાત એમ છે કે, ધીરુ ભુકણ નામના ભૂવાએ ધાર્મિક વિધીના નામે મહાપાપ કર્યું છે.

ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. નરાધમ ભૂવાએ આસ્થાના નામે મહાપાપ કર્યું છે.  વાત એમ છે કે, ધીરુ ભુકણ નામના ભૂવાએ ધાર્મિક વિધીના નામે મહાપાપ કર્યું છે. ભાવનગર મહુવા તાલુકા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર આ ભુવો ઝડપાયો છે.

બગદાણા પોલીસે દસ દિવસ બાદ બળાત્કાર કરનાર ભુવાને પકડી પાડ્યો છે. જણાવી દઈએ કે, પીડિતાએ પિતૃ તર્પણની વિધિ માટે આરોપી ભુવાનો સંપર્ક કર્યો હતો. યુવતી પર નજર બગાડનાર આ નરાધમ ભુવાએ પીડિતાને ઘરમાં બંધ કરી પોતાની હવસની ભૂખ પૂરી કરી હતી.

આ સિવાય ભુવાએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાને સાડા સાત મહિનાનો ગર્ભ રહ્યા બાદ આ રાક્ષસી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે નરાધમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો