પતંગરસિયાઓ આનંદો ! ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે, ઠંડીનું પ્રમાણ પણ વધશે, જુઓ Video
Gujarat Weather : બે દિવસની રાહત બાદ ફરી એક વખત રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. વિવિધ જિલ્લાની જો વાત કરીએ તો તાપમાન બે થી છ ડિગ્રી જેટલું ઘટી ગયું છે. આગામી હજુ બે દિવસ રાજ્યમાં આ પ્રકારની ઠંડી રહેવાની છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો અનુભવાયા બાદ આજે ફરીથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ સાથે જ ઉત્તરાયણના દિવસે હવામાન કેવુ રહેશે તેવી પતંગ રસિકોમાં ચિંતા હતી, જો કે હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસ માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે.
2થી 6 ડિગ્રી તાપમાન ઘટ્યુ
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગરસિકોને પતંગ ઉડાવવામાં મજા પડશે. કેમ કે હવામાન વિભાગે જણાવ્યુ છે કે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે, જો કે સાથે જ આકરી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે અને હજુ આગામી બે દિવસ આજ ઠંડીનો સામનો કરવાનો રહેશે. ઠંડીથી બચવા માટે અનેક વિધ ઉપાયો પણ કરવા પડશે. વિવિધ જિલ્લામાં તાપમાન બે થી છ ડિગ્રી ઘટી ગયું છે. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
ઉત્તરાયણના દિવસે ઠંડી અનુભવાશે
મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે. ગુજરાતભરમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. જો કે હવે આજથી ફરી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે થી ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે. ખાસ કરીને જિલ્લાઓ અનેક જે જિલ્લાઓ છે તેનું લઘુતમ તાપમાન બે થી છ ડિગ્રી છે તે પહોંચી શકે તેવી શક્યતાઓ છે.
તો બે દિવસની રાહત બાદ ફરી એક વખત રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. વિવિધ જિલ્લાની જો વાત કરીએ તો તાપમાન બે થી છ ડિગ્રી જેટલું ઘટી ગયું છે. આગામી હજુ બે દિવસ રાજ્યમાં આ પ્રકારની ઠંડી રહેવાની છે.