આજનું હવામાન : જાણો આજનું હવામાન, તમારા શહેરમાં વરસાદ પડશે કે નહી, જુઓ Video

| Updated on: Jun 08, 2024 | 11:13 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે.

તેમજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ 10 જૂનથી વરસાદની તીવ્રતા વધશે. ત્યારબાદ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. 11 જૂને અરવલ્લી, આણંદ, પંચમહાલ ,દાહોદ, મહીસાગર સહિતા જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ મહત્તમ તાપમાન રહેશે

હવામાન વિભાગની આગાહી જુનાગઢમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ સુરતમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સાબરકાંઠામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો